થામણા પરિવાર સંમેલન

તા. ૨/૧૦/૨૦૧૬ રવિવારના રોજ થામણા ‘પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર’ ખાતે ચાલતા ‘તપોવન સંશોધન કેન્દ્ર’માં ‘પરિવાર સંમેલનનો’ કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાંથી માનનીય મહાનિયામક શ્રી દિવ્યાંશુભાઇ દવે, વિસ્તરણ વિભાગના આસી.પ્રોફેસર ર્ડા. રૂપમબહેન ઉપાધ્યાય અને યુનિવર્સિટીના સંયોજક શ્રી હિરલબહેન પંડયા અને થામણાના સ્થાનિક સમાજના અગ્રણીઓ એમ મળીને કુલ ૧પ૦ વ્યક્તિઓની હાજરી હતી. કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટ્યથી થઇ. ર્ડા. રૂપમબહેન ઉપાધ્યાય દ્વારા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને તપોવનની સંકલ્પના સ્પષ્ટ કરી હતી. ત્યારબાદ તેમના દ્વારા ‘ઘરમાં સંસ્કારક્ષમ વાતાવરણનું નિર્માણ’ એ વિષય પર વિગતવાર વાત કરી હતી. ત્યારબાદ હિરલબહેન પંડ્યા દ્વારા ‘૦ થી ૩ વર્ષના બાળકો માટેના રમકડાં’ એ વિષય પર વાત કરી હતી. અને કાર્યક્રમના અંતમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના મહાનિયામક શ્રી દિવ્યાંશુભાઇ દવે દ્વારા ‘૦ થી ૩ વર્ષના બાળકોના ઊછેરમાં માતાપિતાની ભૂમિકા’ વિષય પર વિગતવાર સમજણ આપી હતી. સમગ્ર કાર્યક્રમ ખૂબ સુંદર અને અસરકારક રીતે સંપન્ન થયો.

All rights reserved. © 2016 cugujarat.ac.in • Privacy Policy
Visitors 005905