News

dahod parivar samelan

તા. ૨૮/૯/૨૦૧૬, બુધવારના રોજ દાહોદ ભગિની સમાજ દ્વારા દાહોદ ખાતે ચાલતા તપોવન સંશોધન કેન્દ્રમાં ‘પરિવાર સંમેલન’નો કાર્યક્રમ યોજાઇ ગયો. દીપપ્રાગટ્ય બાદ દાહોદ ભગિની સમાજના પ્રમુખ શ્રી હેમાબહેન શેઠે એમની સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો. ‘તપોવન સંશોધન કેન્દ્રો’ના પ્રાંત સંયોજક શ્રી તર્પણાબહેન વ્યાસે ‘તપોવનની સંકલ્પના અને ઉત્તમ શિશુ નિર્માણમાં વાતાવરણની ભૂમિકા’ વિષય પર ઉદાહરણ સહિત સમજૂતી આપી. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના મહાનિયામકશ્રી દિવ્યાંશુભાઇ દવેએ ‘ઉત્તમ શિશુ નિર્માણ અને માતાપિતાની ભૂમિકા’ વિષય પર સરળ ભાષામાં ઉપયોગી અને અસરકારક વક્તવ્ય આપ્‍યું. તેઓએ જણાવ્યું કે માતાપિતા બનવું એ આધ્યાત્મિક જવાબદારી છે. બાળકનું પ્લાનીંગ કરતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો, દંપતીધ્યાન, બાળકના જન્મ પછી લેવાની કાળજી, આહાર, રમકડાં વગેરે વિશે ઉદાહરણ સાથે ઊંડી સમજ આપી. તપોવન સંશોધન કેન્દ્રના લાભાર્થી શ્રી કીમીબહેને તપોવન સંશોધન કેન્દ્રની પ્રવૃત્તિઓની તેમની દીકરી પરની હકારાત્મક અસરો અંગેનો અનુભવ રજૂ કર્યો હતો. અંતમાં, શુભેચ્છક મંડળના સભ્યોએ તથા સગર્ભા બહેનોએ સાથે મળીને એક નાટક રજૂ કર્યુ, જેમાં તપોવન કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓ તથા તેનાથી થતા લાભ વિશે જણાવવામાં આવ્યું. કાર્યક્રમના સમાપન બાદ દાહોદ ભગિની સમાજના શુભેચ્છક મંડળના સભ્યો સાથે બેઠક કરવામાં આવી અને આગામી સમયમાં તપોવન સંશોધન કેન્દ્રના પ્રચાર-પ્રસાર માટે, સંખ્યા વધારવા માટે શું કરી શકાય તેની ચર્ચા કરવામાં આવી. more

થામણા પરિવાર સંમેલન

તા. ૨/૧૦/૨૦૧૬ રવિવારના રોજ થામણા ‘પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર’ ખાતે ચાલતા ‘તપોવન સંશોધન કેન્દ્ર’માં ‘પરિવાર સંમેલનનો’ કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાંથી માનનીય મહાનિયામક શ્રી દિવ્યાંશુભાઇ દવે, વિસ્તરણ વિભાગના આસી.પ્રોફેસર ર્ડા. રૂપમબહેન ઉપાધ્યાય અને યુનિવર્સિટીના સંયોજક શ્રી હિરલબહેન પંડયા અને થામણાના સ્થાનિક સમાજના અગ્રણીઓ એમ મળીને કુલ ૧પ૦ વ્યક્તિઓની હાજરી હતી. કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટ્યથી થઇ. ર્ડા. રૂપમબહેન ઉપાધ્યાય દ્વારા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને તપોવનની સંકલ્પના સ્પષ્ટ કરી હતી. ત્યારબાદ તેમના દ્વારા ‘ઘરમાં સંસ્કારક્ષમ વાતાવરણનું નિર્માણ’ એ વિષય પર વિગતવાર વાત કરી હતી. ત્યારબાદ હિરલબહેન પંડ્યા દ્વારા ‘૦ થી ૩ વર્ષના બાળકો માટેના રમકડાં’ એ વિષય પર વાત કરી હતી. અને કાર્યક્રમના અંતમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના મહાનિયામક શ્રી દિવ્યાંશુભાઇ દવે દ્વારા ‘૦ થી ૩ વર્ષના બાળકોના ઊછેરમાં માતાપિતાની ભૂમિકા’ વિષય પર વિગતવાર સમજણ આપી હતી. સમગ્ર કાર્યક્રમ ખૂબ સુંદર અને અસરકારક રીતે સંપન્ન થયો. more

સ્વચ્છતા અને સામાજિક સમરસતા સપ્તાહ

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સેક્ટર-૨૦ ગાંધીનગર દ્વારા તા.૨૫/૦૯/૨૦૧૬ થી તા.૦૨/૧૦/૨૦૧૬ દરમિયાન સ્વચ્છતા અને સામાજિક સમરસતા સપ્તાહની ઉજવણી અંતર્ગત યુનિવર્સિટી સાથે જોડાયેલ ત્રણ શાળાઓમાં તેમજ યુનિવર્સિટી પ્રાંગણમાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૨૭/૦૯/૨૦૧૬ના રોજ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામની પ્રાથમિક શાળામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અને સામાજિક સમરસતા જાગૃતિ માટે સૂત્રોચ્ચાર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના મહાનિયામક શ્રી દિવ્યાંશુભાઇ દવે આ રેલીમાં જોડાયા હતા તેમજ વિદ્યાર્થીઓ મારફતે ગામ લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કાર્ય હતા..આ કાર્યક્રમમાં અંદાજિત ૭૫ જેટલા વિદ્યાર્થીઓ-શિક્ષકોએ ઉત્સાહથી ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તા.૨૮/૦૯/૨૦૧૬ના રોજ ગાંધીનગરની સેક્ટર-૨૦ની સરકારી પ્રાથમિક શાળામાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કાર્યકર્તાઓના માર્ગદર્શનમાં શાળાના બાળકોએ પોસ્‍ટરો બનાવ્‍યા હતાં તથા પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કાર્યકર્તાઓ, શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ બાળકો સાથે મળીને સામુહિક સફાઈ અભિયાનમાં જોડાયા હતા. ત્‍યારબાદ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલસચિવશ્રી કમલામણિબહેન રાવે વિદ્યાર્થીઓને શારીરિક સ્‍વચ્છતા અંગે જાગ્રત કર્યા હતા. આ કાર્યક્રમમાં અંદાજીત ૧૨૦ વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકોઓએ ઉત્સાહથી ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તા.૨૯/૦૯/૨૦૧૬ના રોજ ગાંધીનગર જિલ્લાની લેકાવાડા પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અને સામાજિક સમરસતા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી પરિવાર, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો સહિત અંદાજે ૨૭૫ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહાનિયામકશ્રી દિવ્યાંશુભાઈ દવે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાના પ્રેરક વક્તવ્યમાં જણાવ્યું હતું કે જ્યારે આપણા વિચારોમાં પવિત્રતા આવશે ત્યારે આપણામાં સમરસતા આવશે. વક્તવ્ય બાદ ગામની સામૂહિક સફાઈ કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થી અનુજ ગુપ્તાએ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. તથા શાળાનાં બાળકોએ સ્વચ્છતા ગીતની સુંદર રજૂઆત કરી હતી. તા.૦૧/૧૦/૨૦૧૬ના રોજ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના પરિસરમાં સ્વચ્છતા અને સામાજિક સમરસતા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.ડૉ.કે.એસ.લિખિયા સાહેબે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. ત્યારબાદ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના પરિવારે પરિસરની સામૂહિક સફાઈ કરી; વૃક્ષારોપણ માટેના ક્યારા બનાવ્યા તેમજ પરિસરમાં આવેલા વૃક્ષોના થડને રંગ કર્યો હતો. ચિલ્‍ડ્રન્‍સ યુનિવર્સિટી સેક્ટર – ૨૦ ગાંધીનગર દ્વારા તા. ૨૫/૯/૧૬ થી તા. ૨/૧૦/૧૬ દરમિયાન સ્‍વચ્છતા અને સામાજિક સમરસતા સપ્‍તાહની ઉજવણીના સમગ્ર કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના સંશોધન વિભાગના આસી. પ્રો. શ્રી ધર્માંશુભાઇ વૈધ, વિસ્‍તરણ વિભાગના આસી. પ્રો. ડો. રૂપમબહેન ઉપાધ્‍યાય, શ્રી દિવ્‍યાબહેન રાવળ, શ્રી હાર્દિકભાઇ ભટ્ટ, શ્રી તોરલબહેન પંચાલ, શ્રી જયદેવભાઇ ધાંધિયા, શ્રી દક્ષેશભાઇ પટેલ, શ્રી બીપીનભાઇ સથવારા, શ્રી સંજયભાઇ ચૌધરી, શ્રી ચેતનાબહેન ભગલાણી, શ્રી મીનાબહેન રાવલ, શ્રી પારૂલબહેન ગોસ્‍વામીએ સંપૂર્ણ યોગદાન પ્રદાન કર્યું હતું. more

તા. ૧૬/૭/૨૦૧૬ ના રોજ થયેલ ટ્રસ્ટી મિટિંગ

તા. ૧૬/૭/૨૦૧૬ના રોજ તપોવન સંશોધન કેન્દ્ર દ્વારા ગુજરાતની વધુમાં વધુ સગર્ભા બહેનોને ઉત્તમ સંતતિના ઘડતર માટે લાભ આપી શકાય અને કેન્દ્રમાં વિવિધ પ્રવૃત્તિઓનો કેવી રીતે વિસ્તાર કરી શકાય તે માટે ચર્ચા વિચારણા કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું more

પરિવાર સંમેલન

પરિવાર સંમેલન more

Nursing college : charusat Student Visit

more

નવેમ્‍બર માસથી ગાંધીનગર જિલ્‍લામાં નવાં પેટા કેન્‍

more

ચિલ્‍ડ્રન્‍સ યુનિવર્સિટી અને શ્રી ભગિની સેવા સમાજ,

more

તા. ૨૫/૦૯/૨૦૧૫ થી ૨૭/૦૯/૨૦૧૫ સુધી તપોવન પ્રકલ્‍પ સ

more

All rights reserved. © 2016 cugujarat.ac.in • Privacy Policy
Visitors 005905